"કોઈને ભોજન આપવું અને લાચાર બનાવવો તેના કરતાં ભોજન પેદા કરવા રોજગાર યુક્ત કરવો તે વધુ ઉત્તમ કાર્ય છે"
દેશનો પ્રત્યેક વ્યક્તિ સ્વાવલંબી જીવન જીવવા પ્રેરિત થાય તો દેશ આત્મ નિર્ભર બની શકે છે. આ માટે દેશના જરુરિયાત મંદ નાગરિકોને વ્યવસાયિક તાલીમ આપવા સંસ્થા દ્વારા સિલાઈ કેન્દ્ર, સૌંદર્ય પ્રશિક્ષણ કેન્દ્ર, મહેદી પ્રશિક્ષણ કેન્દ્ર, કોમ્પ્યુટર પ્રશિક્ષણ કેન્દ્ર, પ્રતિયોગી પરીક્ષા કોચિંગ સેન્ટર, હસ્તકલા, ઓટો રીપેરીંગ સેન્ટર, ટી. વી. મોબાઈલ રીપેરીંગ, કૌશલ્ય પ્રશિક્ષણ કેન્દ્ર, વન ઔષધી આધારિત ઉત્પાદન પ્રશિક્ષણ કેન્દ્ર, વીજળી આધારિત ઉપકરણ તાલીમ કેન્દ્ર, સૌંદર્યપ્રશિક્ષણ કેન્દ્ર જેવા સ્વરોજગાર કેન્દ્ર ચલાવવામાં આવે છે.